સંપન્ન કાર્યક્રમ
મારો વોર્ડ મારો વિસ્તાર મારો પરિવાર ના નેમ સાથે સતત કાર્યરત રહેતા પાલીતાણાના રાજકીય સામાજિક અગ્રણી શ્રી નિકુલસિંહજી સરવૈયા ની આગેવાનીમાં વોર્ડ નંબર પાંચમાં સતત વિકાસના પંથે પાલીતાણા નગરપાલિકા ના 1.04 કરોડ ના પેકેજ પૈકી વોર્ડ નંબર 5 માં 39 લાખ ના આરસીસી રોડ અને પેવીંગ બ્લોક નું કામ નું ખાતમુરત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 5 ના અગ્રણી અને કાઉન્સિલર શ્રી નિકુલસિંહ સરવૈયા (ડૉટેલ નંદિની) નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ, કાઉન્સિલર વિનુભાઈ ગોહિલ, બાલધીયા સાહેબ, વિનુભાઈ, શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા, અમાનતઅલીબાપુ, કૌશરઅલી બાપુ કિશોરભાઈ કંડોળીયા, તેમજ વોર્ડ, વિસ્તારના અને સ્થાનિક આગેવાનો કાર્યકરો સૌની હાજરીમાં રામ સોસાયટી શિવાજીનગર અને પરિમલ સોસાયટીના વિવિધ રોડનું ખાતમુરત કર્યું. વિસ્તારના અગ્રણીઓ એકબીજાને મો મીઠાં કરી ખુશીની લાગણી વ્યક્ત કરી..