પાલીતાણા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026. ભારતીય જનતા પાર્ટી પાલીતાણા વોર્ડ નં. 5 ના મધ્યસ્થ કાર્યાલયનું પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

સંપન્ન કાર્યક્રમ
17 Apr 2026 9:27 AM પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 5
સંપન્ન કાર્યક્રમ
વોર્ડ નં. 5 ના ચૂંટણી કાર્યાલયનું સ્થળ ઘેટી રીંગ રોડ, માધવ વીલા ફ્લેટસની સામે, પાલીતાણા ઓપનિંગ થયું.આ પ્રસંગે - ઉદ્ઘાટક શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા .સાથે ભાજપ ના પૂર્વ હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં બહેનો અને વડીલો સૌ ઉપસ્થિત રહ્યા. તેમજ ભાજપ દ્વારા કરાવેલ કામો શ્રીમતી શીતલબા નિકુલસિંહ સરવૈયા (હોટેલ નંદિની ) અને ભાજપા ના અગ્રણીઓ સહકાર દ્વારા થયેલ વિકાસના કામો, અને વિસ્તારમાં 350 જેટલા પ્રધાનમંત્રી આવાસ અને 170 થી વધારે આયુષ્માન કાર્ડ નો લાભ લઇ દવાખાના માટેની સહાય અપાવેલ આ બધું જ ધ્યાન રાખી..ભાજપ પેનલને પેનલ ટુ પેનલ મતદાન કરવા ટહેલ કરવામાં આવેલ.. અને ભાજપના સમર્થનમાં સર્વ એક થઈ જ્ઞાતિ જાતિ જોયા વગર પેનલ ટુ પેનલ મતદાન કરીશું એવું જન સમર્થન મળ્યું...ખાસ આ કાર્યાલય ઓપનિંગ માં હિન્દુ,મુસ્લિમ તમામ સમાજના અગ્રણીઓ, અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા....
શૅર: WhatsApp Facebook